મિત્રતા જરૂર આપણા જીવનમા મહત્વનો ભાગ ભજવે છે.મિત્રો આપણા જીવનમાં
આપણને કોણ છીએ અને ક્યાં જઈ રહ્યા છીએ તે પહેલીને આકાર આપે છે. જેમ કે” બાપ
તેવા બેટા ને વડ તેવા ટેટા. ”
દરેકે વ્યક્તિ જેમ પોતાના ધર્મથી પોતાનું ઘડતર કરતી હોય છે તેમ મિત્રની મિત્રતા
જીવન ઘડતરમાં અગત્યનો ભાગ ભજવે છે. એરિસ્ટોટલના કહેવા પ્રમાણે મિત્રતાના ત્રણ
પહેલુ છે.
૧. મિત્રો એક બીજાના સહવાસથી આનંદમાં રહેવા જોઈએ.
૨. એક બીજાના કામમા આવવા જોઈએ.
૩. તેમની વિચાર સરણી સમાન હોવી જોઈએ.
મિત્રતા એક બીજાને સહાયરૂપ બને તે લક્ષ્યથી જિવંત રહે છે. એકબીજાને
આનંદ અર્પનાર પણ બને છે. આ બને કારણથી મિત્રતા જિવંત દીસે છે. સાચી
મિત્રતા પ્રેમ રૂપી તાંતણે બંધાયેલી હોય છે. મિત્રતાનું પ્રલોભન જલ્દી થાય છે.
પણ તેની ગુંથણી થતા સમય લાગે છે. કિંતુ જ્યારે સંબધોના તાંતણા ધ્યેયની
શાળ પર વણાય ત્યારે તેમાં મેઘધનુષના રંગો પૂરાય છે. જેનાથી મિત્રતાની
શુભ શરૂઆત થાય છે.
દિલની નિર્મળતા અતિ આવશ્યક છે. તેના વગર ફુલ બેસતા નથી અને
ફોરમ ફેલાતી નથી. આ વાત કેટલી સત્ય જણાય છે કે ‘ હું મારા દુશ્મનો દૂર
નથી કરતો જ્યારે હું તેનુ મિત્રમાં પરિવર્તન કરું છું.’
એ વ્યક્તિ તમારા મિત્ર નથી જે તમારું મોઢું બંધકરી દઈ ખિલવાનો
હક્ક છીનવે છે. સવાલ છે ‘મિત્ર શું છે’? તેનો ઉત્તર ‘બે કાયામાં ગુંજી રહેલી
એક ધડકન્’ તેથીજ તો જીદગીમા રંગ જામે છે .મિત્રતા મોળી જીંદગીમાં
સ્વાદ આણે છે .તેથી જીંદગી આનંદ ,ઉત્સાહથી પ્રફ્ફુલિય્ત થાય છે
મિત્રતા
Comments
5 responses to “મિત્રતા”
-
બ્લોગ જગતમાં આવકાર!
ઘણું લખો અને લખતા લખતા સરસ્વતિ માતાનાં વરદાન સમ મનનીવાણીને વહેવા દો
અભિનંદન!
-
નીરા શાહ
ગુજરાતી સાહિત્યમાં તારું પદાર્પણ. સ્વાગત હો. શુભ શરૂઆત કરી મિત્રતાથી.
ખૂબ ખૂબ અભિનંદન. વધારેને વધારે વાંચવા માટે ઉત્સુક. -
સમાન શીલ વ્યસનેષુ સખ્યમ /
સલામ મિત્રો સો મળે તાલી મિત્ર અનેક;
ભીડભઁજન કોઇ વીરલા સો લાખનમેઁ એક ! -
મિત્રતા બારે વાંચી ખુશી…..મારી સાઈટ પર પ્રગટ કરેલ કાવ્ય ‘ એક મિત્રતા ‘ યાદ આવ્યું…
Please see that on CHANDRAPUKAR at>>>>
http://www.chandrapukar.wordpress.com ….Dr. chandravadan Mistry -
Nira shah you have told fantastic thought about friend sheep મને ઘણુ ગમ્યુ
Leave a Reply