ફાગણ મહિનો આવ્યો
વસંતને લઇને આવ્યો
આ કેવી પ્રભુની બલિહારી
ડાળ ડાળ પર ફુલડા ડોલે
ફુલફુલ પર ભમરા ગુંજે
રંગોની ક્યારીઓ ઝુમે
રોમ રોમમાં સ્ફુર્તિ જાગે
હોળીની પિચકારી લાગે
ગુલાલની તો રમઝટ જામે
દિવસો લાંબા લાંબા લાગે
શીવ શીવ કરતી ઠંડી ભાગે
વસંત ઋતુની શહેનાઇ વાગે
સુર નાચના સંગમ સાજે
કવિઓનું તો દિલડુ ડોલે
અંતરનો ઉમળકો ડોલે
ફાગણ મહિનો દ્વાર ખોલે
Leave a Reply