રુમઝુમ રુમઝુમ રાતલડીના
સોળ શિંગાર સજીને આવી
મધુર મધુર હસતી આવી
લક્ષ્મીજીની મહેર લાવી
ભગવાન વિષ્ણુનો સંદેશ લાવી
health- wealth- peace- prosperity
ના વરદાન સાથે
ધંતેરશનું પૂજન લાવી
કાળી ચૌદશ લાગે ખૂબસૂરત
થાયે શુધ્ધા મન વિચાર મૂરત
નવલખ દિવા ઝગમગ ઝગમગ
આવી દિવાળી આવી દિવાળી
પ્રકાશની તો માળા લાવી
દિલમાં ઘરમાં રોશની લાવી
મેઘધનુષનાં રંગો લાવી
નવા વર્ષની વધાઇ લાવી
મીઠા મીઠા સ્વપ્નો લાવી
એક નવી આશ સાથે
આવી આવી દિવાળી આવી